આગામી 28મીએ મોરબી પાલિકાની સામાન્યસભા : જમ્બો જેટ એજન્ડાની સાથે વિવિધ સમિતિની રચના

0
29
/

હાલ ડોર ટુ ડોર કચરાના તેમજ અન્ય બે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા તેમજ બે શાકમાર્કેટનું નવીનીકરણ કરવા દરખાસ્ત : નગરસેવકોનો પ્રજાપ્રેમ ઉભરાયો, વિકાસકામોની ઢગલો યાદી

મોરબી : હાલ ભાજપની છલોછલ બહુમતીવાળી મોરબી નગરપાલિકાની સામાન્ય સભા આગામી તા.28ને સોમવારે મળી રહી છે ત્યારે સામાન્ય સભામાં જમ્બો જેટ એજન્ડા તમામ સભ્યોને મોકલી આપવામાં આવ્યો છે. સામાન્ય સભામાં વર્ષો જૂની શાકમાર્કેટનું નવીનીકરણ, કામગીરીમાં બેદરકાર ત્રણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા અને વિવિધ સમિતિઓની રચના કરવા સહીત કુલ 63 દરખાસ્તો મુકવામાં આવી છે. સામાન્યસભાનું કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ મલાઈ અને મોભાદાર સમિતિના ચેરમેન ચેરપર્સન બનવા લોબિંગ પણ શરૂ થયું હોવાનું જાણવા મળે છે.

મોરબી નગરપાલિકામાં તમામ 52 સીટ ભારતીય જનતા પાર્ટીના ફાળે આવ્યા બાદ ત્રીજી સામાન્ય સભા આગામી તા.28ને સોમવારે મળનાર છે જેમાં એજન્ડા ઉપર કુલ 63 આઈટમ લેવામાં આવી છે, સામાન્ય સભામાં શહેરના તમામ 13 વોર્ડમાં સાર્વજનિક પ્લોટમાં પેવર બ્લોક નાખવા, વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવી, માધાપર વાડી અને વેજીટેબલ રોડ સોનાપુરીમાં ગેસ આધારિત ભઠ્ઠી ફિટ કરવી, લાતીપ્લોટ વિસ્તારના વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ લાવી વરસાદી પાણીનો નિકાલ કરવો, સ્ટ્રીટ લાઈટ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી, નગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા સરકારમાં દરખાસ્ત કરવી સહિતના મુદ્દા સમાવવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/