ટંકારા: આર્મીમેન પી.એસ.પંડ્યાને શોધી કાઢનારને 51 હજારના ઈનામની જાહેરાત

0
328
/

ટંકારા : તાજેતરમા ટંકારા શહેરમાં રેવન્યુ સર્વે નંબર 25ની સોનાની લગડી જેવી કરોડોની કિંમતી જમીન અધિકારીઓ અને રાજકારણીઓએ આર્મીમેનના નામે ફાળવી હડપ કરી લીધાનો ચોંકાવનારો આરોપ લગાવી છેલ્લા ત્રણ મહિનાથી ઉપવાસી છાવણી સાથે સત્ય ઉજાગર કરવા લડત ચાલી રહી છે જેમાં હવે ઉપવાસી લડવૈયાઓએ જે પી.એસ.પંડ્યાને સરકારી જમીન ફાળવવામાં આવી છે તેનું અસ્તિત્વ જ ન હોવાનો ખુલ્લો પડકાર ફેંકી આ પી.એસ.પંડયાને શોધી લાવનારને રૂ.51 હજારના ઈનામની જાહેરાત કરી ટંકારમાં ઢોલ પણ પિટાવ્યો હતો.

છેલ્લા ત્રણેક મહિનાથી ટંકારા તાલુકા મામલતદાર કચેરી બહાર ડેરાતંબુ તાણીને કરોડોની કિંમતી જમીનમાં ભ્રષ્ટાચાર સામે ન્યાય માટે ધરણા ઉપર ઉતરેલ બેલડીએ આધાર પુરાવા સાથે સમગ્ર ટંકારા શહેરમાં જુના જમાનમાં જે રીતે ઢોલ પિટાવવામાં આવતો હતો એ જ તર્જ ઉપર જે આર્મીમેનને સરકારી બાબુઓએ કૌભાંડ આચરી જમીન ફાળવી દીધી છે તે પી. એસ. પંડયાને શોધીને લાવનારને રૂપિયા ૫૧ હજારનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે ટંકારા રેવન્યુ સર્વે નંબર ૨૫ પૈકીની જમીન નિવૃત આર્મીમેનના નામે ફાળવી વેચાણ પણ કરી નાખ્યાનો લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એથી પણ આગળ ત્રણ મહિનાથી આંદોલન ચાલવતી બેલડી દ્વારા મોરબી જીલ્લા કલેકટર વિરુદ્ધ પણ ખુલમખુલા આક્ષેપો કરવામાં આવ્યા છે. છતાં પણ તંત્ર હરફ શુધા ઉચ્ચારી શક્યું નથી.

સમગ્ર જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર અને ટંકારાના નિવૃત્ત તલાટી ઉપર ગંભીર આક્ષેપો કરી ટંકારા તાલુકાના નામાંકિત સ્વર્ગીય રાજકીય અગ્રણીની સંડોવણીનો પણ આરોપ લગાવ્યો છે. આ સંજોગોમાં ધરણા પ્રદર્શન કરી રહેલા ભરત સોલંકી અને હમિર ટોળિયા સામે તંત્રનું ભેદી મૌન સમગ્ર ટંકારા પંથકમાં ચર્ચાનો વિષય બન્યુ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/