મોરબી: કોરોના સહાય માટે અત્યાર સુધીમાં 184 ફોર્મનું વિતરણ કરાયું

0
51
/

મોરબીની જિલ્લા કલેકટર કચેરીમાં કોરોનાની સહાય માટે લોકોનો ભારે ઘસારો

184 માંથી 117 ફોર્મ ભરાઈને પરત આવ્યા

મોરબી : હાલ રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને રૂ.50 હજારની સહાય ચૂકવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. તેથી મોરબીની જિલ્લા કલેકટર કચેરીમાં કોરોનાની સહાય માટે લોકોનો ભારે ઘસારો થઈ રહ્યો છે અને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો આ સરકારી સહાય મેળવવા માટે મોરબી જિલ્લા કલેકટર કચેરીએ ફોર્મ ભરીને પરત આપવાની કામગીરી કરી રહ્યા છે.

મોરબી જિલ્લા કલેકટર કચેરીના ગાઉન્ડ ફ્લોર પર આવેલા ડીઝાસ્ટર કચેરીના રૂમમાં કોરોનાના મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા નિધારીત સહાય આપવા માટે ફોર્મનું વિતરણ અને ફોર્મ પરત લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ચાર-પાંચ દિવસથી ચાલી રહેલી કામગીરી અત્યાર સુધીમાં કોરોના મૃત્યુ સહાય માટેના 184 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાથી 117 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે. ડોક્યુમેન્ટ સહિતની વિગતો ચકાસીને જમા લેવામાં આવે છે. આ ફોર્મ ભરાયા એમાં એક રચાયેલી કમિટી દ્વારા યોગ્ય ખરાઈ કરીને સરકારના દિશાનિર્દેશથી સહાય ચુકવવામાં આવશે. અત્યાર સુધીમાં ઉપરથી આવેલી 75ની યાદીમાધી 45 અસરગ્રસ્ત પરિવારને સહાય ચૂકવાઈ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/