મોરબી પંથકમાં વાતાવરણમાં પલટાયું , વ્હેલી સવારે વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતારણ સર્જાયું

0
83
/

મોરબી : હાલ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે અને આવતીકાલે ઝડપી પવન તથા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે મોરબીમાં વાતાવરણ પલટાતાં સવારથી વાદળછાયું અને ધુમ્મસભર્યું વાતારણ જોવા મળ્યું હતું.

શિયાળાની સીઝન ધીમે-ધીમે જામી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ વરસાદી માવઠાની સંભાવનાના પગલે મોરબી પંથકમાં આજે વ્હેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં ઠંડીનું જોર વધવાની સાથે વ્હેલી પરોઢના સમયે સૂર્યનારાયણના દર્શનને બદલે વાદળછાયું તેમજ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. જો કે વાદળછાયું વાતાવરણ છવાતા અને માવઠાંની શક્યતાના લીધે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/