હાલ જૂની પેન્શન પ્રથા લાગુ કરવા, સાતમા પગાર પંચના લાભો આપવાની માંગ સાથે ઘરણા પ્રદર્શન
માળીયા : હાલ માળીયા (મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘએ શિક્ષકોના પડતર પ્રશ્ને સરકાર સામે લડતના મંડાણ કર્યા છે. જેમાં આજે બપોરે દોઢ વાગ્યાથી સાડા ચાર દરમિયાન માળીયાની તાલુકા પંચાયત કચેરીની બાજુમાં માળીયા (મી) તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકો જૂની પેન્શન પ્રથા લાગુ કરવા, સાતમા પગાર પંચના લાભો આપવાની માંગ સાથે ઘરણા પ્રદર્શન કરશે.
માળીયા તાલુકાના શિક્ષકો લાંબા સમયથી અધ્ધરતાલ રહેલા મુખ્ય પ્રશ્નો જેવા કે, જૂની પેન્શન પ્રથા લાગુ કરવા, સાતમા પગાર પંચના લાભો આપવા, જુદાજુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા શિક્ષકોને કાયમી કરવા, એસ.પી.એલ.રજા બાબતે નિર્ણય કરવા, તા.27/4/2021 પહેલા ભરતી થયેલા તમામ શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીના આદેશ કરવા, એચ.ટાટ.પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવી, 10 વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોના બોન્ડની મર્યાદા ઘટાડવા, બદલીને નવા નિયમો ઝડપથી બહાર પાડવા સહિતના પ્રશ્ને લડત ચલાવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide