ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો દ્વારા એકસૂત્રતા સાથે વિકાસ કામોને વેગવાન બનાવાયા હોવાનો દાવો
મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં બહુમતીવાળી ભારતીય જનતા પક્ષની સરકાર રચાયા બાદ શહેરના જુદા-જુદા વિકાસના કામો વેગવાન બનાવ્યા હોવાનું પાલિકાના સત્તાધીશોએ એક યાદીમાં જણાવી નાગરિકોને પડતી સમસ્યાઓનું ટુક સમયમાં જ નિરાકરણ આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
આ અંગે એક યાદીમાં જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકાના ચટાયેલા સદસ્યો દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારીયા,સાંસદ વિનોદભાઈ ચાવડા,મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયાના સંયુક્ત પ્રયાસો થકી વિકાસના કાર્યોમાં ગતી લાવી હરણફાળ ઝડપે વિકાસ કાર્યો થઇ રહ્યા છે.સરકારમાંથી જુદી-જુદી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતા આ વિકાસ કામો પ્રગતિમાં છે.જેમાં મુખ્યત્વે મોરબી નગરપાલિકા વિસ્તારમાં સી.સી.રોડના રૂ.૭૬૨.૪૬ લાખના ૧૯ કામો પૂર્ણ કરેલ છે તથા રૂ૨૦૮૬.૯૯ લાખના ૨૦ કામો પ્રગતી હેઠળ છે તેમજ મોરબી નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના રૂ.૩૮૫.૬૧ લાખના ૭ કામો પૂર્ણ કરેલ છે.આ ઉપરાંત ગોકુળનગર મેઈન રોડ પર ડામર રોડનું કામ થઇ શકે તેમ ન હોય તેથી સી.સી.રોડ બનાવવા માટે મંજુર થઇ ગયેલ છે.તેવું મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે.પરમાર તથા ઉપપ્રમુખ જયરાજસિંહ એન.જાડેજાની યાદીમાં જણાવાયુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide