મોરબી : હાલ આજે જયારે લોકો ક્રિસમસની ઉજવણી કરે છે ત્યારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાએ તુલસી પૂજન દિવસની ઉજવણી કરી હતી.
આજે ૨૫ ડિસેમ્બર એટલે કે તુલસી પૂજન દિવસ હિન્દુ શાસ્ત્રો અનુસાર વિષ્ણુપ્રિયા,વૃંદાવની,વૃંદા,પુષ્પાસરા વગેરે જેવા અનેક નામોથી તુલસીને નવાજવામાં આવે છે. ચરણામૃત હોય,પંચામૃત હોય કે પછી ભગવાનને ધરાવાતો ભોગ હોય બધામાં તુલસીનું આગવું સ્થાન છે. તુલસી એક ઔષધીય છોડ છે સાથે સાથે તે સકારાત્મક ઊર્જા પણ ફેલાવે છે.મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના દરેક બાળકોએ તથા શિક્ષકગણે માથા પર કેસરીયો સાફો અને કપાળે કુમકુમ તિલક કરી તુલસી પૂજન કર્યું હતું.આ તકે ઘરેથી તૈયાર કરીને લઈ આવેલા દીવડાથી તુલસીજીની આરતી કરી હતી અને જળ અર્પણ કરવામાં આવ્યું હતું.શાળા પરિવારે પણ આ પૂજનમાં ભાગ લીધો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide