મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ખિસ્સા કાતરૂઓનો ત્રાસ

0
226
/
બસમાં ચડતી વખતે ભીડનો ગરેલાભ ઉઠાવી મુસાફરોના ખિસ્સા હળવા થયાના અનેક બનાવો, પોલીસ મુસાફરોના માલ સમાનની સલામતી માટે કડક કાર્યવાહી કરે તેવી માંગ

મોરબી : હાલ મોરબીના જુના બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી તસ્કરો, પાકીટમારોનો ત્રાસ છે. ખાસ કરીને બસમાં ચડતી વખતે ભીડનો ગેરલાભ ઉઠાવી પાકીટમારોએ અનેક મુસાફરીના ખિસ્સાકાતરુંઓ કસબ અજમાવીને ખિસ્સા હળવા કરી નાખતા હોવાનો ભૂતકાળમાં અનેક બનાવો સામે આવ્યા છે.ત્યારે વધુ એક મુસાફરનું ખિસ્સું કપાયું હોવાનું સામે આવતા પોલીસ મુસાફરોના માલ સમાનની સલામતી માટે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

મોરબીનું જૂનું બસ સ્ટેન્ડ ખિસ્સાકાતરુંઓ માટે સ્વર્ગ સમાન બની ગયું હોય તેમ અવારનવાર મુસાફરોના ખિસ્સા કપાયા હોવાની ઘટના બને છે. આમ પણ જુના બસ સ્ટેન્ડમાં ઘણા સમયથી અસામાજિક તત્વો પડ્યા પાથર્યા રહે છે.જો કે, જૂનું બસ સ્ટેન્ડ નવું બન્યું પણ હજુ અસામાજીક તત્વોની સફાઈ થઈ નથી. એટલે જુના બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોની મનમાની યથાવત રહી છે. જુના બસ સ્ટેન્ડમાં મુસાફરોની વધુ ભીડ હોય છે તેમાંય બસમાં ચડતી વખતે મુસાફરોમાં જલ્દી સીટ મેળવવા ભારે ધક્કામૂકી થાય છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/