એલસીબી અને હળવદ પોલીસે બનાવનો ભેદ ઉકેલ્યો
હળવદ : હાલ હળવદના ચરાડવા ગામે સળગેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ ઉકેલવામાં એલસીબી અને હળવદ પોલીસને સફળતા મળી છે. પોલીસે મૃતકને કુહાડીના ઘા ઝીંકીને સળગાવી દેનાર શખ્સની ધરપકડ કરી છે અને આવું કરવા પાછળનું કારણ જાણવા સઘન પૂછપરછ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામના સમલી રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાંથી અર્ધબળેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે તપાસ કરતા મરણજનાર કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાની કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથીયાર વડે ઈજાઓ કરી સળગાવી હત્યા કરી હોવાનું માલુન પડ્યું હતું. આ બનાવનો ગુનો દાખલ કરી પોલીસે સઘન તપાસ ચલાવી હતી. મોરબી જીલ્લા એલસીબી તથા હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.
જેમા ટેકનિકલ સેલ, સી.સી.ટી.વી. ફુટેજ તથા હ્યુમન રીસોસીસની મદદથી ગુનાનો ભેદ શોધી કાઢવામાં સફળતા મળી છે. આ કામના આરોપી ઝીણાભાઈ ઉર્ફે ઝીણો શંકરભાઈ ધાણક રહે. કલબકેડીયા તા.જી.છોટાઉદેપુર વાળાએ મરણજનારને કુહાડી વતી ઈજાઓ કરી સળગાવી મોત નિપજાવેલ હોય જે આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પો.ઈન્સ. વી.બી.જાડેજા એલસીબી, પીઆઈ વી.એલ.પટેલ બી ડિવીઝન પો.સ્ટે I/C, પો.ઈન્સ એ.એ.જાડેજા હળવદ પો.સ્ટે, પો.સ.ઈ.આર.બી.ટાપરીયા, પો.સ.ઈ.એન.બી.ડાભી, પો.સ.ઈ.વી.આર.શુક્લા તથા હળવદ પો.સ્ટેના તેજપાલસિહ ઝાલા, જીતેન્દ્રભાઈ કડીવાલ, વિપુલભાઈ ભદ્રાડિયા, કિશોરભાઈ સોલગામા, દેવાયતભાઈ બાળા, મનસુખભાઈ ચાવડા, ઉપેન્દ્રસિંહ પરમાર,હરવિજયસિહ ઝાલા,કિરીટભાઈ જાદવ, ભરતભાઈ આલ, પ્રફુલભાઈ સોનગ્રા તથા એલ.સી.બી.ના પો.કો.ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર, સંજયભાઈ પટેલ, નિરવભાઈ મકવાણા, સહદેવસિંહ જાડેજા , ફુલીબેન સહિતના જોડાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide