મોરબીમાં કોરોના વિસ્ફોટ વચ્ચે કોવીડ કેર કમિટી બન્યાનો તંત્રનો દાવો ફારસ

0
104
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

અનેક શાળામાં કમિટી બની જ નથી, જ્યાં બની ત્યાં અમલવારી જ નથી  
મોરબી : મોરબીમાં ઓફલાઇન શિક્ષણ મોંઘુ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે છેલ્લા 2 દિવસમાં નોંધાયેલા 9 કેસોમાંથી 7 કેસ તો વિદ્યાર્થીઓના છે. હાલ તમામ શાળાઓમાં કોવિડ કેર કમિટી બની હોવાનો તંત્રએ દાવો તો કર્યો છે. પણ વાસ્તવિકતા એવી છે કે અનેક શાળાઓમાં હજુ કમિટી બની નથી અને જ્યા બની છે ત્યાં ચુસ્ત અમલવારી થતી નથી.

મોરબી જિલ્લામાં 30 જુલાઈના રોજ કોરોનાનો છેલ્લો કેસ આવ્યો હતો.તે પછી 100 દિવસ નિરાંત રહ્યા બાદ નવેમ્બરમાં શરૂઆતમાં પાંચ કેસ આવ્યા હતા.બાદમાં એક મહિના સુધી કોરોના મુક્ત રહ્યા બાદ હવે ફરી મોરબી જિલ્લામાં કોરોનાએ ફુંફાડો માર્યો છે. આથી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સાવચેત બનીને કોરોના ટેસ્ટીંગ વધારી દેવાયું છે. આ અંગે એપેડેમીક મેડિકલ ઓફિસર ડો.ચેતન વારેવડીયાએ જણાવ્યું હતું કે,હવે કંટેન્મેન્ટ  ઝોનમાં વધારો કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રખાશે. હાલ જે જે કેસ આવ્યા છે ત્યાં  કંટેન્મેન્ટ  ઝોન કરી પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.આ તમામ ઘરોમાં સર્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે શાળાઓમાં જે કેસ શરૂ થયા છે. તેમાં પણ કોરોના ટેસ્ટીગ વધારી દેવાયું છે. હવે નિયમિત ટેસ્ટિંગ 1100 જેવું થઈ ગયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/