જિલ્લામાં રસીકરણની કામગીરી 90 ટકા પૂર્ણ થયાનો આરોગ્ય તંત્રનો દાવો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં હવે ફરી કોરોનાએ દસ્તક દીધી છે. છેલ્લા બે દિવસમાં 9 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જો કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો સત્તાવાર આંક છ હજારને આંબી ગયો છે. કોરોનાના વધતા સંક્રમણના જોર વચ્ચે આરોગ્ય તંત્રએ જિલ્લામાં રસીકરણની કામગીરી 90 ટકા પૂર્ણ થયાનો દાવો કર્યો છે.
મોરબી જિલ્લામાં કોરોનાનું અત્યાર સુધીનું ચિત્ર જોઈએ તો આજની તારીખ સુધીના કોરોનાના કુલ 6516 કેસ નોંધાયા છે. જેમાં હવે કોરોનાના નવ કેસ એક્ટીવ છે અને 6166 લોકો કોરોનામાંથી સ્વસ્થ થઈ ગયા છે. કોરોનાને લીધે 87 જેટલા લોકોના મોત થયાનું સતાવાર રીતે જાહેર થયું છે. જો કે કોરોનાથી મૃત્યુનો બિનસત્તાવાર આંક ચોંકાવનારો છે. આજ દિન સુધીમાં 4,32,493 જેટલા સેમ્પલ લેવાયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide