હૈવાનીયત : માળિયામાં 13 વર્ષની પુત્રી ઉપર સાવકા બાપે ગુજાર્યો બળાત્કાર

0
277
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સાવકા બાપના કુકર્મનો ભાંડો ફૂટ્યો

માળીયા : હાલ માળીયા પંથકમાં સભ્ય સમાજનું શરમથી માથું ઝૂકી જાય તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં સાવકા બાપે પોતાની હવસની આગ બુઝાવવા 13 વર્ષની પુત્રી ઉપર વ્યભિચાર આચર્યો હતો. સાવકા બાપે તરૂણીને હવસનો શિકાર બનાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જો કે આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સાવકા બાપના કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો.

માળીયા મિયાણા પોલીસ સ્ટેશનેથી સાવકા પિતાની હેવાનીયતભરી દુષ્કર્મની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા ઉપર ખુદ તેના સાવકા પિતાએ નજર બગાડી હતી. સાવકા પિતા હવસની આગમાં એટલો અંધ બની ગયો હતો કે સારા નરસાનું વિવેકભાન ગુમાવીને ન કરવાનું કરી બેઠો હતો. સાવકા પિતા બાબુભાઇ મેરુભાઈએ 13 વર્ષની પુત્રીને શારીરિક અડપલાં કરી આજથી દોઢ વર્ષ પહેલાથી લઈને એક મહિના અગાઉ અલગ અલગ જગ્યાએ લઈ જઈને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ આ બનાવ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી આરોપીએ ધમકી પણ આપી હતી. દરમિયાન આ બનાવ ધ્યાને આવતા ભોગ બનનારની માતાએ આ બનાવની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી આ ઘટનાને લઈને સાવકા બાપ ઉપર ફિટકારની લાગણી વરસી રહી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/