કોરોના સંક્રમણ ટાળવા માટે આધારકાર્ડનું બીજું સેન્ટર ખોલવા માંગ
મોરબી : હાલ મોરબીમાં કોરોનાના કહેર વચ્ચે કોઈપણ જગ્યાએ ભીડ જરાય પરવડે એમ નથી.પરંતુ ખુદ સરકારી કચેરીમાં સોશ્યલ ડિસ્ટન્સનો ઉલાળીયો થતો હોવાનું સામે આવ્યું છે. જેમાં મોરબીની આધારકાર્ડ સેન્ટરમાં લાઈનો લાગતા સોશ્યલ ડિસ્ટન્સનું સરાજાહેર ઉલ્લંઘન થઈ રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે.
મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ ઝડપભેર ફેલાય રહ્યું છે અને વધુને વધુ લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે. ત્યારે ખાસ કરીને સરકારી કચેરીઓમાં ભીડ ન થાય તે માટે તંત્રએ તકેદારી રાખવી જોઈએ તેના બદલે નિયમોનું ઉલ્લંઘન થતું હોય એમ મોરબીના તાલુકા સેવાસદન ખાતે આવેલ આધારકાર્ડની ઓફિસે લોકોની લાઈનો લાગે છે. જેનાથી કોરોનાનું સંક્રમણ ઝડપભેર ફેલાય તેવી દહેશત વર્તાય રહી છે. આથી આવું જોખમ ટાળવા માટે કડક નિયમો જારી કરી તેનો અમલ કરવાની સાથેસાથે બીજું આધારકાર્ડ સેન્ટર ખોલવાની તેઓએ માંગ ઉઠાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide