મહેન્દ્રપરામાં પાઇપલાઇન તૂટતા અનેક વાહનો ફસાયા : ટ્રાફિક જામ

0
95
/
કોન્ટ્રાક્ટરની બેદરકારી : પાઇપલાઈન નાખવાની અણઘડ કામગીરીને કારણે પાણી લાઈન તૂટતા કામગીરી ખોરવાઈ, ખાડામાં 10થી વધુ વાહનો ખુંપી જતા શહેરના મુખ્યમાર્ગો બ્લોક થયા

મોરબી : હાલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાંમાં ગતરાત્રે પાઇપલાઇન નાખવાની અણઘડ કામગીરીને કારણે પાણીની લાઈન તૂટી ગઈ હતી અને પાણીની ફુવારા ઉડયા બાદ આજે સવારથી વરસાદને કારણે ખાડામાં માટી ચીકણી થઈ જતા તેમાં 10થી વધુ વાહનો ખુંપી ગયા હતા. કોન્ટ્રાક્ટની આ જોખમી બેદરકારીને કારણે ટ્રાફિકની અંધાધૂંધી સર્જાઈ હતી અને મુખ્યમાર્ગો ઉપર વાહન વ્યવહાર ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

મોરબીના મહેન્દ્રપરાના નાકે આસ્વાદ પાન પાસે વર્ષોથી ગટરની સમસ્યા ઉકેલવા માટે પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં ગતરાત્રે પાઇપલાઇન નાખવાની અણઘડ કામગીરીને કારણે પાણીની લાઈન તૂટતા પાણીના ફુવારા ઉડયા હતા. પાણીની રેલમછેલ થઈ હતી અને ઉપરથી વરસાદ પડતો હોય ત્યાં કરેલા ખાડાઓમાં માટી ચીકણી થઈ જતા એક પછી એક અનેક વાહનો ખુંપી ગયા હતા.જેમાં ટ્રક, દુધના વાહનો તેમજ બાઈક સહિત 10થી વધુ વાહનો આ ખાડામાં ખુંપી ગયા હતા. જો કે પાણીની લાઈન તૂટતા કામ અધવચ્ચે જ બંધ કરી દેવાયું હતું.આમ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ટ્રાફીકની ભારે હાડમારી થતા આખું ગામ હેરાન થયું હતું.

ખાડામાં એક પછી એક વાહન ખુંપી જતા આ મહેન્દ્રપરા વિસ્તારનો રોડ મુખ્યમાર્ગ હોવાથી તેને જોડતા અનેક માર્ગો ઉપર ટ્રાફિકજામ થયો હતો.આજે સવારથી અનેક મુખ્યમાર્ગો ઉપર વાહનનોની કતારો લાગી હતી.જેમાં શનાળા રોડ થઈ સામાકાંઠે જવા માટેના રસ્તાઓ સવારથી બ્લોક થઈ ગયા હતા. આથી સવારથી ટ્રાફિકને કિલિયર કરવા પોલીસે ધંધે લાગી હતી અને અમુક રસ્તાઓ બ્લોક થઈ ગયા બાદ ફસાયેલા વાહનનો બહાર કાઢી વાહન વ્યવહાર કિલિયર કરાવતા વાહન ચાલકોને રાહત થઈ હતી. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે શનાળા રોડ, અયોધ્યાપુરી મેઈન રોડ તેમજ સામાકાંઠે જવા માટેના રસ્તાઓ ઉપર ભારે ટ્રાફિકજામ થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/