હળવદના કેદારીયા નજીક ટ્રકે એક્ટિવા હડફેટે લેતા આશાસ્પદ વિદ્યાર્થીનીનું મૃત્યુ

0
240
/
ઉમિયાનગરથી બે વિદ્યાર્થીની એકટીવા લઇ હળવદ મહર્ષિ ગુરુકુલએ અભ્યાસ અર્થે આવી રહી હતી ત્યારે બનેલી ઘટના

હળવદ : આજે સવારના હળવદ- માળીયા હાઈવે પર આવેલ કેદારીયા ગામ પાસે બ્રાહ્મણી નદી પરના પૂલ ઉપર હળવદ અભ્યાસ અર્થે એક્ટિવા ઉપર આવી રહેલ બે વિદ્યાર્થિનીઓને ટ્રક ચાલકે અડફેટે લેતા Bsc ફાયનલની વિદ્યાર્થીનીનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે અન્ય વિદ્યાર્થીનીને સામાન્ય ઇજા પહોંચી હતી.

બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ઉમિયાનગર(સુસવાવ) ગામે રહેતી શ્રુતિબેન દુર્લભજીભાઈ કાલરીયા અને કૃપાલી બેન ધર્મેન્દ્રભાઈ કાલરીયા હળવદમાં આવેલ મહર્ષિ ગુરુકુલમાં Bsc ફાયનલ યરમાં અભ્યાસ કરતી હોય આજે સવારે એકટીવા ઉપર બન્ને હળવદ આવવા નીકળી હતી. તે વેળાએ હળવદ-માળીયા હાઈવે પર આવેલ કેદારીયા ગામ નજીક બ્રાહ્મણી નદી પરના પૂલ પર ટ્રકચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં શ્રુતિબેન દુર્લભજીભાઈ કાલરીયાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે કૃપાલીબેનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ હળવદ પોલીસને થતા સુરુભા રાજપુત સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી જઈ મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ આવવામાં આવ્યો હતો. સાથે જ અકસ્માત સર્જનાર ટ્રકને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતની ઘટનાને પગલે હળવદ મહર્ષિ ગુરુકુલના મેનેજિંગ ડિરેક્ટર રજનીભાઈ સંઘાણીએ આવ્યું હતું કે અકસ્માતની ઘટના દુઃખદ છે. આ અકસ્માતમાં શ્રુતિબેનનું મૃત્યુ થયું તે અમારા મહર્ષિ ગુરુકુલ પરિવાર માટે અતિ દુઃખદ ઘટના છે શ્રૃતિબેન છેલ્લા પાંચ વર્ષથી અમારા મહર્ષિ ગુરુકુલમાં અભ્યાસ કરી રહ્યા હતા. સ્વાભાવમા એકદમ શાંત અને સંસ્કારી દિકરી હતી. અમારા મહર્ષિ ગુરુકુલ પરિવાર તરફથી શ્રુતિબેનને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ સાથે જ તેમના પરિવારને પરમ કૃપાળુ પરમાત્મા આ દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરીએ છીએ.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/