તમામ હિન્દૂ સંગઠનોએ રેલી કાઢી જયશ્રી રામ અને ‘ભારત માતા કી જય’ તેમજ ‘કિશનને ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર લગાવી ઉગ્ર દેખાવો કર્યા, બાદમાં કલેક્ટરને આવેદન આપ્યું
મોરબી : અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની હત્યાના વિરોધમાં મોરબીમાં રોષપૂર્ણ રેલી યોજાઈ હતી. જેમાં મોરબીના તમામ હિન્દૂ સંગઠનો એક નેજા હેઠળ આવીને રેલી કાઢી જયશ્રી રામ અને ભારત માતા કી જય તેમજ કિશનને ન્યાય આપોના સૂત્રોચ્ચાર લગાવી ઉગ્ર દેખાવો કર્યા હતા. બાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડની વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલી હત્યાના સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે આ યુવાનની હત્યાના વિરોધમાં આજે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, કરણી સેના, સમસ્ત હિન્દૂ સંગઠન સહીતના તમામ હિન્દૂ સંગઠનો દ્વારા આજે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોરબીના સામાકાંઠે એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડથી સોઓરડીના નાકે આવેલ જિલ્લા સેવાસદન સુધી ભવ્ય રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં સ્વંયભુ મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને કિશનની હત્યાના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.
રેલી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાયને યુવકના હત્યારાઓ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથેસાથે જયશ્રી રામ અને ભારત માતા કી જય તેમજ કિશનને ન્યાય આપોની નારેબાજી લગાવી હતી. તેમજ કિશનને ન્યાય આપો અને તેના હત્યારાઓને કડક સજા આપો તેવી માંગ સાથે બેનરો પ્રદર્શિત કરીને કલેક્ટર કચેરીએ પહોંચી આ બનાવ અંગે આવેદન આપ્યું હતું અને આવેદનમાં કિશનના હત્યારાઓને સખ્તમાં સખત સજા આપવાની માંગ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide