મહુઆ મોઈત્રાએ જૈન સમાજના યુવાનો પર કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં આવેદનપત્ર

0
190
/

ટી.એમ.સી. સાંસદ મહુઆ મોઈત્રા પોતાના શબ્દ પાછા ખેચી માફી માંગે : જૈન સમાજ મોરબી  

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: તાજેતરમાં પશ્ચિમ બંગાળના ટી.એમ.સી પાર્ટીના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા જૈન સમાજના યુવાનો અમદાવાદની ગલીઓમાં પરિવારથી છુપાઈને કબાબ અને નોનવેજ ખાય છે તેવી અભદ્ર અને એક સાંસદ દરજાની વ્યક્તિને ન શોભે તેવી અભદ્ર ટિપ્પણી કરતા તેના પડઘા દેશભરના જૈન સમાજમાં પડયા છે

ત્યારે આજે મોરબી જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ હતું જેમાં જણાવ્યા મુજબ ‘અંહિસા પરમો ધર્મ’ થી જૈન સમાજ ઓળખાય છે અને કબાબ કે નોનવેજ તો ઠીક પરંતુ કંદમૂળ ખાવું તે પણ જૈન સમાજ પાપ ગણે છે, જૈન ધર્મ ત્યાગ અને અંહિસાવાદી તેમજ જીવદયા પ્રેમી છે, મહુઆ મોઇત્રાના રાજકીય લાભ અથવા તો પ્રસિદ્ધિ મેળવવા માટેના આ નિવેદનને વિશ્વનો સમસ્ત જૈન સમાજ વખોડે છે. ત્યારે બહેન મહુઆ મોઈત્રા દ્વારા આ પ્રકારની જે ટિપ્પણી છે તે વખોડવા લાયક છે. કોઈપણ જાતિ કે ધર્મ વિષે વિવાદિત ટિપ્પણીઓ કરવાનો તેમને કોઈ જ અધિકાર નથી બહેન મહુઆ મોઈત્રાને એટલી ખબર હોવી જોઈએ કે હવે તો સરકારશ્રી દ્વારા રેલવે માં પણ જૈન ફૂડની વ્યવસ્થા રાખવામાં આવે છે તેમજ મોટો મોટી હોટલોમાં પણ મેનુમાં ‘જૈન ફૂડ’ લખેલું જોવા મળે છે ત્યારે આવી જૈન સમાજ પર ટિપ્પણી કરનાર સાંસદ બહેન મહુઆ મોઈત્રા તેમના શબ્દો જાહેરમાં અને સંસાદમાં પાંચ ખેંચે તેવી મોરબી જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવેલ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/