બિહાર પોલીસની સાથે રહી ઉંચી માંડલ સિરામીક ફેકટરીમાંથી બન્નેને ઝડપી લીધા
મોરબી : હાલ બિહાર રાજયમાં હત્યા અને હત્યાની કોશિષના ગુન્હામાં નાસતા ફરતા બે અપરાધિઓને મોરબી તાલુકા પોલીસે બિહાર પોલીસની સાથે રહી ઉંચી માંડલ ગામેથી ઝડપી લીધા હતા.
મોરબી તાલુકા પીઆઇ વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ બિહાર રાજયની પોલીસ ભોજપુર જીલ્લાના અગીયાવ પોલીસ સ્ટેશનના હત્યાના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ચરપોખરી પોલીસ સ્ટેશનના હત્યાની કોશિષના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને મોબાઇલ લોકેશન આધારે તપાસ અર્થે આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ટીમે બિહાર પોલીસ સાથે સંકલનમાં રહી ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ સેલટોસ સિરામીક ખાતેથી બન્નેને પકડી પાડયા હતા.
મોરબી તાલુકા પોલીસે સંયુક્ત રીતે હત્યા કેસમાં રાકેશ ઉર્ફે આરજુ વિષ્ણુકાંતસિંહ ઉર્ફે અનિલકુમાર મહંતો ઉ.વ.22, રહે. રતનાળ, તા.અગીયાવ, જી.ભોજપુર, બિહાર અને હત્યાની કોશિષ કરવાના કેસમાં શિવકુમાર ઉર્ફે સી.એમ. સુનિલસીંગ મહંતો ઉ.વ.20, રહે. રતનાળ, તા.અગીયાવ, જી.ભોજપુર, બિહાર વાળાઓને ઝડપી લઈ બિહાર પોલીસને હવાલે કર્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide