મોરબી : હાલ મોરબી સીનયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને પહેલા રસ્તાઓ પહોળા કરી બાદમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની લેખિત રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવ્યું છે કે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને સર્કિટ હાઉસમાં ટ્રાફીક સીગ્નલ મુકવા માટે રજુઆત થઇ છે. પરંતુ ઘણા વર્ષ પહેલા મોરબી નગરપાલિકાએ ટ્રાફીક સીગ્નલ મુકેલ, તે થોડા દિવસમાં જ ફેઇલ થઇ ગયેલ. તો પ્રથમ તો મોરબીમાં ફુટપાથ પર કેબીન છે અને રસ્તા પર દબાણ છે, તે દુર કરીને મોરબી શહેરમાં જ્યાં ત્રણ રસ્તા કે ચાર રસ્તા આવે છે અને ટ્રાફીક જામ થાય છે તે જગ્યા સંપાદિત કરીને રસ્તા પહોળા કરો. બાદમાં જ ટ્રાફીક સીગ્નલ મુકવા વિચારણા થાય તે યોગ્ય છે. રસ્તા સાંકળા છે અને ટ્રાફીક સીગ્નલ મુકવા યોગ્ય નથી. અને મોરબીનો ફરી વિકાસ નકશો બનાવીએ તો જ મોરબી શહેરનો વિકાસ થઈ શકે તેમ છે. તો પહેલા રસ્તાઓ પહોળા કરી બાદમાં સિગ્નલ મુકવા અપીલ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide