ટંકારામાં થયેલી ઘરફોડ ચોરીનો પર્દાફાશ : ચાર આરોપી ઝડપાયા

0
170
/

રોકડા રૂ.50000 તથા 114000ના સોના ચાંદીના ઢાળ કબજે લેવાયા

ટંકારા: હાલ ટંકારા તાલુકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર ટંકારા પોલીસે બે ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી ચાર આરોપીઓ પાસેથી રોકડા રૂ,50000 તથા 114000ના સોના-ચાંદીના ઢાળ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકામાં બનતા ચોરી/ઘરફોડ ચોરીના મિલકત સંબંધી ગુના ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ લતીપર ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બે ઇસમોને રોકીને પૂછપરછ કરી અંગજડતી કરતા બન્ને શખ્સો પાસેથી 11400ની કિંમતનો સોના અને ચાંદીનો ઢાળ મળી આવ્યો હતો. આ સોના-ચાંદીના ઢાળના જરૂરી બિલો કે આધાર પુરાવા માગતાં શખ્સોએ નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વધુ કડક પૂછપરછ કરતાં આરોપીઓએ આ મુદ્દામાલ અંગે અગાઉ દાખલ થયેલા બે ચોરીના ગુનાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ ગુનાના આરોપી અજય સાથળીયા, ધર્મેશ ઉર્ફે ધમો સાથળીયા, રાજુ દેત્રોજા અને રાજેશ સાથળીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/