હાલ ભડિયાદ ગામે 100 ચો.વાર પ્લોટો ન મળવા બાબતે જાગૃત નાગરિકની પ્રાંત અધિકારીને રજૂઆત
મોરબી : ભડીયાદ ગામે 12 વર્ષથી રહેતા બી.પી.એલ.લાભાર્થીઓ 100 ચો.વારના પ્લોટોનાં હુકમો આપી દીધા હોવા છતાં તેના કબજા સોપેલ નથી.જેથી ભડીયાદનો યુવાન ઉપવાસ પર પણ બેઠેલો હતો.આમ છતાં કોઈ યોગ્ય પગલાં ન લેવામાં આવતા મોરબી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં હાજરી આપનાર મુખ્યમંત્રીના કાફલાને રોકી વિરોધ પ્રદર્શન કરવા ચીમકી આપી છે.
છેલ્લા બાર વર્ષથી ભડીયાદ ગામે બી.પી.એલ. લાભાર્થીઓ 100 ચો.વારના પ્લોટોનાં હુકમો આપી દિધેલ હોય તેમ છતાં આજદિન સુધી તેના કબજા સોપેલ નથી.જેના અનુસંધાને અનિલભાઈ અંબાલીયા પ્રતિક ઉપવાસ પર પણ બેઠેલો હતો.જેનાં માટે તાલુકા વિકાસ અધિકારી મોરબી દ્વારા ભડીયાદ ગામના ગામતળનાં કોલમ નં.8માં સુધારો કરવા જણાવેલ હતું.તેને પણ દસ માસથી વધુ સમય વિતી ગયેલ હોય અને કલેકટર તેમજ જીલ્લા વિકાસ અધિકારી મોરબીને પણ રજુઆત કરેલ હતી.પરંતુ તેઓએ જણાવેલ કે,આપને ત્યાંથી આ કામ અટકેલું છે.
આવતીકાલે તા.24 સાંજે 5 વાગ્યા સુધીમાં સંતોષકારક જવાબ જણાવવા અપીલ કરી છે.આગામી તા.25નાં રોજ ગરીબ કલ્યાણ મેળાનાં લાભાર્થીઓને લાભ અપાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી આવી રહયા છે.તો તેમનો કાફલો રોકી વિરોધ પ્રદર્શન કરવા ચીમકી આપી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide