મોરબી જીલ્લામાં આગામી તા ૨૭ ફેબ્રુઆરીના રોજ ૦ થી ૫ વર્ષના કુલ ૧,૩૨,૪૧૦ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે જીલ્લાના કુલ ૬૧૬ પોલીયો બુથની રચના કરવામાં આવી છે કામગીરીને પહોંચી વળવા માટે ૨૨૪૬ કર્મચારીઓને પોલીયો બુથ પર ફરજ સોપવામાં આવી છે અને ૧૯૦ સુપરવાઈઝરને મોનીટરીંગ કામગીરી સોપી છે
૨૭ ફેબ્રુઆરીના રોજ પોલીયો બુથ પર રસીકરણ કરાશે અને બાકી રહેલા બાળકોને ઘરે ઘરે મુલાકાત લઈને પોલીયોના ટીપા પીવડાવવાનું આયોજન કર્યું છે જીલ્લાના કુલ ૨,૧૩,૩૩૧ ઘરોની મુલાકાત માટે ૧૧૨૨ ટીમોની રચના કરવામાં આવી છે ઉપરાંત ખેતર, વાડી, કારખાના શ્રમિક પરિવારના બાળકો તેમજ બાંધકામ વિસ્તારમાં બાળકોને પોલીયો ટીપા આપવા માટે ૫૧૦ મોબાઈલ ટીમની રચના કરી છે સાથે જ મુસાફરી કરનાર બાળકો વંચિત ના રહી જાય માટે ૨૪ ટ્રાન્ઝીસ્ટ ટીમો બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પર કામગીરી કરશે
જેથી બાળકોને પોલીયો રસી આપી સુરક્ષિત બનાવવાના અભિયાનમાં વાલીઓ સહકાર આપે તેવી અપીલ આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરા અને જીલ્લા આર.સી.એચ અધિકારી ડો. વિપુલ કારોલીયાએ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide