માળિયા (મી.) નગરપાલિકાના વોર્ડ નં.-6માં ગટરના પાણીની ગંદકી

0
50
/

માળિયા (મી.) : હાલ માળિયા મીયાણા નગરપાલિકાના વોર્ડ નં. 6ની શેરીઓને ખોદી નાખવામાં આવી છે. ઉપરથી વિસ્તારવાસીઓ પાણી બહાર ઢોળતા પાણીની રેલમછેલ થાય છે.અને ગટર પણ ઉભરાય છે.વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું છે.શહેરના જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા આ કામ જલ્દીથી કામ પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી માળિયા મીયાણા નગરપાલિકાના વોર્ડ નં 6ની શેરીઓને ખોદી નાખવામાં આવી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું છે.શહેરીજનોમાં પણ જાણે નિતી નિયમોનો ઉલાળીયો કરી દેવામાં આવ્યો હોય તેમ ઘર વપરાશનું પાણી શેરીઓમાં ઢોળવામાં આવે છે.જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી માળિયા મીયાણા નગરપાલિકાના વોર્ડ નં.-6માં માતમ ચોકથી મોટી બજારની શેરીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.માળિયા મીયાણા શહેરના જાગૃત નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે શહેરમાં વધુ પડતો મુસ્લિમ સમુદાય હોય અને નમાજ પઢવા જતા લોકોને ખાસ કરીને આ મુખ્ય બજારમાંથી પસાર થવું પડતું હોવાથી નગરપાલિકા અને શહેરીજનોએ માળિયા મીયાણા શહેરની આવી હાલત થતાં ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. જેથી કરીને માળિયા મીયાણા શહેરના ગ્રામજનોને રાહત મળે તેવી બંને તરફથી તકેદારી રાખવી દરેક લોકોની ફરજ છે.આવનાર દિવસોમાં માળિયા મીયાણા નગરપાલિકા આ કામ જલ્દીથી કામ પૂર્ણ કરે અને શહેરીજનો ગટર વ્યવસ્થાનો ઉપયોગ કરી જાહેર માર્ગો પર પાણીનો નિકાલ ન કરે તેવી માળિયા શહેરના જાગૃત નાગરિકોએ વ્યથા ઠાલવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/