મોરબીમાં આવતી કાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મોરબીમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ખાસ ઉપસ્થિત રહેવાના છે જેથી સીએમની સુરક્ષાને ધ્યાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી પોલીસ વિભાગ સજ્જ બન્યું છે
મોરબી શહેરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને પગલે પોલીસનો ચાપતો બંદોબસ્ત રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે જેથી મોરબી જીલ્લામાં એક એસપી, ૦૧ એએસપી, ૦૪ ડીવાયએસપી, ૦૮ પીઆઈ, ૨૧ પીએસઆઈ, ૪૧૦ પોલીસ જવાનો તેમજ ૧૮૧ જીઆરડી જવાનો સહીત કુલ ૬૨૫ પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે
મોરબીમાં કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીનું કાળા વાવટા ફરકાવી સ્વાગત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સીએમના કાર્યક્રમ સ્થળે પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે તેમજ સીએમના આગમન રૂટ પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને પોલીસ જવાનો એક્શન મોડમાં જોવા મળે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide