માળિયા નજીકથી ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જવાતું પશુ ભરેલું વાહન ઝડપી લેતા ગૌરક્ષકો

0
148
/

હાલ માળિયા હાઈવે પરથી ક્રુરતાપૂર્વક પશુને બાંધીને જતું પીકઅપ વાહન ગૌરક્ષકોની ટીમે ઝડપી લઈને પશુ અને વાહન સહિતનો મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે

મોરબીના ગૌરક્ષકોની ટીમને માહિતી મળી હતી કે મોરબીથી સિદ્ધપુર પીકઅપ જીજે ૩૬ ટી ૯૬૯૪ માં ભેંસને ક્રુરતાપૂર્વક બાંધીને કતલ સારું સિદ્ધપુર તરફ જવાની હોય જેથી મોરબી ગૌરક્ષકોની ટીમે વાહનનો પીછો કરીને માળિયા પાસેથી ઝડપી લીધી હતી

મોરબીથી પશુને ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જવાતા વાહન અંગે માહિતીને પગલે મોરબી જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરીને માળિયામાં ટીમે વોચ ગોઠવી હતી અને માળિયા પોલીસની હદમાં ગાડી અટકાવી ગાડીના ડ્રાઈવરની પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ના આપી સકતા પશુ ભરેલ વાહન ઝડપી લઈને પોલીસને સોપવામાં આવ્યું હતું જે કાર્યમાં માળિયા પોલીસ મથકના પીએસઆઈ સહિતના અધિકારીઓનો સહયોગ ટીમને સાંપડ્યો હોવાનું પણ જણાવ્યું હતું

જે કામગીરીમાં મોરબી વિશ્વ હિંદુ પરિષદ શહેર પ્રમુખ કમલેશભાઈ આહીર, વિશ્વ હિંદુ પરિષદ ગૌરક્ષા જીલ્લા અધ્યક્ષ ચેતનભાઈ પાટડીયા, ગૌરક્ષક પાર્થ નેસડીયા, મનીષ કણઝારીયા, મીતરાજસિંહ પરમાર સહિતના યુવાનો જોડાયા હતા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/