મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ વચ્ચે મસમોટા ખાડાથી અકસ્માતનો ભય

0
150
/

લાંબા સમયથી પડેલા ખાડાનું વ્હેલી તકે બુરાણ કરવાની લોકમાંગ

મોરબી : હાલ મોરબીમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર રોડની વચ્ચે લાંબા સમયથી મસમોટો ખાડો પડી ગયો હોવાથી વાહન અકસ્માતનું જોખમ રહે છે. ત્યારે તાકીદે રોડ રીપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

મોરબી શહેરમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર નોબલ સ્કૂલ પાસે રોડની વચ્ચોવચ્ચ મોટો ખાડો થઈ ગયો છે. જેથી, ત્યાં અવારનવાર વાહનચાલકો પડી જાય છે અને રાહદારીઓ અને વાહનચાલકો ઉપર સતત અકસ્માતનો ખતરો તોળાતો રહે છે. તેમજ શાળા નજીક હોવાથી બાળકોને તેડવા-મુકવા આવતા વાલીઓને પણ હાલાકી ભોગવવી પડે છે.એક જાગૃત નાગરિકે જણાવ્યા અનુસાર અંદાજે છેલ્લા છ મહિના જેટલા સમયથી અહીં ખાડો પડી ગયેલો છે. પરંતુ તંત્રની બેદરકારીને લીધે કોઈ કામગીરી કરવામાં ન આવતા આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે તંત્ર વ્હેલી તકે જાગે અને ખાડો બુરે તેવી સ્થાનિકો અને વાહનચાલકોની માંગ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/