મોરબી : હાલ મોરબી પાલિકાના વોર્ડ નં.2માં રોહિદાસપરા ગુજરાત સોસાયટીમાં પાણીની તથા ગટરની લાઈન નાખ્યા બાદ રીપેર ન કરાતા સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. આ મામલે દલસુખભાઈ ચૌહાણે પાલિકાને રજુઆત કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે મોરબી પાલિકાના વોર્ડ નં 2માં વીસી ફાટકથી રોહિદાસપરા સુધીનો મેઈન રોડ તથા 1થી 6 શેરીમાં ગટર કરવા ખોદકામ કર્યા બાદ છેલ્લા 10 વર્ષથી રોડ રીપેર થયો થયો નથી. આ અંગે અનેક વખત રજુઆત પણ કરેલ છે. અહીં લીલું ઘાસ પણ નાખવામાં આવતું હકી અનેક રાહદારીઓના હાથ પગ ભાંગે છે. આ મામલે તાકીદે કાર્યવાહી થાય તેવી માંગ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide