મોરબી: પોસ્ટ ઓફિસના કર્મચારીઓની 28-29 માર્ચે હડતાલ

0
46
/

પડતર માંગણીઓ નહિ સ્વીકારાઈ તો પોસ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન

મોરબી : હાલ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હવે પડતર પ્રશ્ને સરકાર સામે આર યા પારની જેમ લડી લેવાના મૂડમાં હોય તેમજ પડતર માગણીઓ નહિ સ્વીકારાય તો આગામી 28 અને 29 માર્ચ એમ બે દિવસની દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ જોડાશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

આગામી સોમવાર અને મંગળવારે 28 અને 29 માર્ચ બે દિવસ પોસ્ટ ઓફિસ કર્મચારીઓના યુનીયન દિલ્હીના આદેશ મુજબ દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની તમામ પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ હડતાળમાં જોડાશે. આ કર્મચારીઓની પડતર માંગણીઓ જેવી કે જુની પેન્શન યોજના લાગુ કરે 18 મહિનાનું એરીયર્સ બાકી છે તે આપે તેમજ ફીનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરે જીડીએસ માટે કમલેશ ચંદ્ર કમીટીના રીપોર્ટ મુજબની માંગણીઓ સ્વીકારે નહિ તો આગામી બે દિવસ પુરા ભારતના પોસ્ટ કર્મચારી ઓ હડતાલ ઉપર જશે. ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસ.ઓ.અને ગામડાની બી.ઓ.ના તમામ કર્મચારીઓઆ હડતાળમાં જોડાશે. આગામી સોમવારે સવારના 8-30 વાગ્યે ધરણાં તેમજ સુત્રોચ્ચારનો કાર્યક્રમ પણ્ મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં યોજાશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/