વાંકાનેરમાં ઠીકરયાળી વીજ સબસ્ટેશનના ક્વાર્ટરમાં જુગારધામ ઝડપાયું

0
240
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમે 34500ની રોકડ સાથે 9 જુગારીને ઝડપી લીધા : એક ફરાર

વાંકાનેર : હાલ વાંકાનેર નજીક આવેલા ઠીકરીયાળી વીજ સબ સ્ટેશનના સ્ટાફ કવાટર્સમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા નવ શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 34,500ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ દરોડા દરમિયાન જુગાર ક્લબનો સંચાલક હાજર નહિ મળી આવતા ફરાર જાહેર કરાયો છે.

વાંકાનેર ઇન્ચાર્જ પીએસઆઇ પી.જી. પનારા તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાજકોટ – અમદાવાદ હાઇવે ઉપર ઉપર ભલગામની સીમમાં આવેલ ૬૬ કે.વી સબ સ્ટેશનના કવાટર્સમાં જુગારધામ ધમધમતુ હોવાની બાતમીને આધારે દરોડો પાડતા સરકારી ઇમારતમાં જુગારની મોજ માણતા જુગારીઓના હોશકોશ ઉડી ગયા હતા.

પોલીસે દરોડા દરમિયાન આરોપી ચાપરાજભાઇ જોરૂભાઇ વેગડ, રહે. ઢેઢુકી અને મુકેશભાઇ પ્રભુભાઈ સરવૈયાના કબજા વાળા સ્ટાફ ક્વાર્ટસમાં જુગાર રમી રહેલા આરોપી મયુરસીંહ જટુભા જાડેજા, રહે. હાલે-વાંકાનેર વીસીપરા, ભરતભાઇ બેચરભાઇ જોલાપરા, રહે-વાંકાનેર શકતીપરા, મહેશભાઇ કરશનભાઇ ચાવડા, રહે-ધમલપર તા-વાંકાનેર, ક્રીપાલસીંહ બાબુભા જાડેજા, રહે. હાલે-વાંકાનેર મીલ કોલોની, દીનેશભાઇ ભગવાનજીભાઇ ધોળકીયા, રહે હાલે-રાજકોટ રેલનગર, પ્રવીણભાઇ ભાણજીભાઇ કુણપરા, રહે-વાકાનેર મીલ પ્લોટ, મયુરભાઇ હેમતભાઇ સોલંકી, રહે-વાંકાનેર મીલ પ્લોટ અને જયેશભાઇ રામભાઇ મઢવી, રહે-ગારીડા તા-વાંકાનેર વાળાને તિનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 34,500 કબ્જે કર્યા હતા.

આ સફળ કામગીરી પીએસઆઇ પી.જી.પનારા, પો.હેડ.કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, પોલીસ કોન્સ.હરીચન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ જીલરીયા તથા સંજયસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/