બોર્ડની પરીક્ષા માટે એક વિજિલન્સ અને સ્થાનિક સ્ક્વોડ ખડેપગે

0
105
/

મોરબી જિલ્લામાં 10-12ની પરીક્ષા આપવા 20570 વિદ્યાર્થીઓ સજ્જ

હાલ અધિક નિવાસી કલેકટર અને પ્રાંત અધિકારી સાર્થક વિદ્યાલય અને જીલ્લા શિક્ષણ અધિકારી નિલકંઠ વિદ્યાલય ખાતે તેમજ શિક્ષક નિરીક્ષક વી.સી. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે

મોરબી : રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ આવતીકાલે તા.28 માર્ચથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. જો કે તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં જિલ્લાની કુલ 75 બિલ્ડીંગના 787 બ્લોકમાં બોર્ડની પરીક્ષા શરૂ થશે અને મોરબી જિલ્લાના કુલ 20570 વિદ્યાર્થીઓ ધો.10, 12ની પરીક્ષા આપવા સજ્જ બન્યા છે.

મોરબી જિલ્લાના કુલ 12844 વિદ્યાર્થીઓ ધો.10 બોર્ડની પરીક્ષા આપશે અને જિલ્લાના કુલ 47 બિલ્ડીંગના 468 બ્લોકમાં એસએસસી એક્ઝામનું આયોજન કરાયું છે. જેમાં મોરબી તાલુકાની 19 બિલ્ડીંગના 22 બ્લોક, હળવદ તાલુકાની 11 બિલ્ડીંગના 103 બ્લોક, ટંકારા તાલુકાની 6 બિલ્ડીંગના 53 બ્લોક,વાંકાનેર તાલુકાની 8 બિલ્ડીંગના 85 બ્લોક અને માળીયા તાલુકાની 3 બિલ્ડીંગના 25 બ્લોકનો સમાવેશ થાય છે. જ્યારે એચએસસી બોર્ડ એટલે કે ધો.12 સામાન્ય પ્રવાહની મોરબી જિલ્લાના કુલ 6227 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને મોરબી જિલ્લાની 20 બિલ્ડીંગના 219 બ્લોકમાં એચએસસી બોર્ડ એટલે કે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાશે. જેમાં મોરબી તાલુકાની 10 બિલ્ડીંગના 110 બ્લોક, હળવદ તાલુકાની 5 બિલ્ડીંગના 50 બ્લોક, ટંકારા તાલુકાની 2 બિલ્ડીંગના 20 બ્લોક તેમજ વાંકાનેર તાલુકાની 3 બિલ્ડીંગ 39 બ્લોકનો સમાવેશ થાય છે.આ ઉપરાંત એચએસસી બોર્ડ એટલે કે ધો.12 વિજ્ઞાન પ્રવાહની મોરબી જિલ્લાના કુલ 1499 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને જિલ્લાની કુલ 8 બિલ્ડીંગના 100 બ્લોકમાં એચએસસી બોર્ડ એટલે કે ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા યોજાશે. જેમાં મોરબી તાલુકાની 5 બિલ્ડીંગના 63 બ્લોક, હળવદ તાલુકાની 2 બિલ્ડીંગના 20 બ્લોક અને વાંકાનેરની 1 બિલ્ડીંગના 17 બ્લોકનો સમાવેશ થઈ ગયો છે. આજથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા માટે એક વિજિલન્સની સાથે અને સ્થાનિક સ્ક્વોડ પણ તૈનાત રહેશે. જ્યારે વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અધિક નિવાસી કલેકટર અને પ્રાંત અધિકારી સાર્થક વિદ્યાલય અને જીલ્લા શિક્ષણ અધિકારી નિલકંઠ વિદ્યાલય ખાતે તેમજ શિક્ષક નિરીક્ષક વી.સી. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. જ્યારે ડિસપેજ અને રિસીવિંગ સેન્ટર બોયઝ હાઈસ્કૂલ મોરબી રાખવામાં આવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/