ભૂલી પડેલી માસૂમ બાળકીનો પાતા-પિતા સાથે સુખદ મેળાપ કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ

0
158
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના પંચસિયા નજીક ભૂલી પડેલી બાળકી તાલુકા પોલીસની શી ટીમને મળી આવતા માતાપિતાની શોધખોળ કરી બાળકીનું માતાપિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.

વાંકાનેર she teamના પો.હેડકોન્સ મોમજીભાઇ રામજીભાઇ ચૌહાણ, પો.કોન્સ મનજીભાઇ હમીરભાઇ શીયાળ, પો.કોન્સ અકીલભાઇ હાસમભાઇ બાંભણીયા તથા વુમન લોકરક્ષક હીનાબેન હમીરભાઇ પાંચીયા કામગીરીમાં હતા ત્યારે પંચાસીયા પવનસુત પેપરમીલ પાસેથી એક ૬ વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવતા બાળકીનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ અન્નપુર્ણા જીતેન હોવાનું જણાવ્યુ હતું. જે બાળકીના વાલીવારસની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી પોલીસ સ્ટેશન લાવી નવા કપડા અપાવી તથા નાસ્તો-પાણી કરાવી પોલીસ સ્ટાફના માણસોએ મજકુર બાળકીના વાલીવારસની શોધખોળ શરૂ કરી હતી.

જે અન્વયે પોલીસ સ્ટાફની વ્યાપક શોધખોળ બાદ બાળકીના પિતા જીતેનભાઇ કૈલાશભાઇ વસુનીયા રહે-હાલ માઇક્રોન કંપનીમાં તા.જી.મોરબી મુળ-બલગાવડી (અજરતપુર) તા.જી.ધાર(એમ.પી) વાળા મળી આવતા ખોવાયેલ બાળકીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની SHE TEAM દ્વારા તેના માતા- પિતા સાથે સુખદ મીલન કરાવેલ હતું.

આ કામગીરીમાં SHE TEAMના પો.હેડ કોન્સ મોમજીભાઇ રામજીભાઇ ચૌહાણ, પો.કોન્સ મનજીભાઇ હમીરભાઇ શીયાળ, પો.કોન્સ અકીલભાઇ હાસમભાઇ બાંભણીયા તથા વુમન લોકરક્ષક હીનાબેન હમીરભાઇ પાંચીયા દ્વારા કરવામાં આવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/