મોરબીમાં બોર્ડની પરીક્ષા શરૂ, વિદ્યાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરાયું

0
62
/

જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી મોઢા મીઠા કરાવી પ્રવેશ આપ્યો, જિલ્લાની કુલ 75 બિલ્ડીંગના 787 બ્લોકમાં કુલ 20570 વિદ્યાર્થીઓની શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

મોરબી : આજે મોરબી જિલ્લામાં આજથી કારકિર્દીની મહત્વની ગણાતી ધો. 10-12 ની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. આજે પ્રથમ દિવસે જિલ્લાની કુલ 75 બિલ્ડીંગના 787 બ્લોકમાં વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક અને મોઢા મીઠા કરાવી ઉમળકા ભેર સ્વાગત સાથે પ્રવેશ અપાયો હતો અને જિલ્લાના કુલ નોંધાયેલા 20570 વિદ્યાર્થીઓની શાંતિપૂર્ણ રીતે બોર્ડની પરીક્ષા શરૂ થઈ હતી.

મોરબીની નીલકંઠ વિદ્યાલય માં જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ અનુસાર કર્યું સ્વાગત

મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય માં આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ. સોલંકી,નીલકંઠ વિદ્યાલય ના મૅનેજિંગ ટ્રસ્ટી જીતુભાઈ વડસોલા અને નવનીતભાઈ કાસુન્દ્રા તેમજ સ્થળ સંચાલક નવીનભાઈ ઝાલરિયા વગેરે સભ્યો હાજર રહીને વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક અને મોઢા મીઠા કરવી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માં ઉત્કૃષ્ટ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.

સાર્થક વિદ્યાલયમાં પ્રાંત અધિકારીએ વિદ્યાર્થીઓનું કર્યું સ્વાગત

મોરબીના સામાં કાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર- મોરબી ખાતે પ્રાંત અધિકારી ઝાલા અને ઇન્ડિયન લાઇન્સ કલબના સભ્યો તેમજ શાળાના સંચાલકો કિશોરભાઈ શુક્લ સહિતનાએ વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક અને મીઠા મોઢા કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોરબી શહેર યુવા ભાજપે વિદ્યાર્થીઓને પેન આપી કર્યું સ્વાગત

મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા ના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા આજ થી શરૂ થતી ધોરણ 10 તેમજ 12 ના બોર્ડ ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવા માટે પેન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે પ્રદેશ યુવા ભાજપ ના આગેવાન શ્રી રુચિરભાઈ કારિયા તેમજ સુખદેવભાઈ તેમજ ઉપ પ્રમુખશ્રી ડી ડી જાડેજા તેમજ પરિમલ ઠક્કર તેમજ શહેર યુવા ભાજપ ના મહામંત્રીશ્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા તેમજ શહેર યુવા મોરચા ના ઉપ પ્રમુખ અજયભાઇ ગરચર, કેયુરભાઈ પંડ્યા, અરુણભાઈ રામાવત તેમજ જયેશભાઇ ડાભી તેમજ મંત્રીશ્રી ખાખરીયા તેમજ જિલ્લા યુવા મોરચા ના કારોબારી સભ્યશ્રી આનંદભાઈ ઘોડાસરા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.

માળિયા મીયાણામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને આવકારી ઉત્સાહ વધાર્યો

માળીયા મી. તાલુકાના બે પરીક્ષા કેન્દ્રો આત્મિય વિધા મંદિર તથા વિનય વિધા મંદિરપર ધોરણ દશની પરીક્ષા આપવા માટે વિધાર્થીઓ નો ઉત્સાહ વધારવા શિક્ષકોએ કુમ કુમ તિલક કરી અને મોઢા મીઠા કરી આવકાર્ય હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/