ટંકારા તાલુકાના બે ખેતરોમાં આગ : ઘઉંનો ઉભો પાક બળી ગયો !!

0
254
/

બન્ને બનાવમાં ટીસીના સ્પાર્કે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો

ટંકારા : આજે ટંકારા તાલુકામાં આજે બે સ્થળોએ ખેતરોમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલો ઉભો પાક બળીને ખાખ થતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે.

ટંકારા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ જગદીશભાઈ દુબરીયાના ખેતરમાં આજે આગ લાગી હતી. જેમાં આઠ વિઘા જમીનમાં ઘઉંનો પાક ઉભો હતો. આ ઘઉંનો પાક બળી જ્યાં મોટું નુકસાન થયું છે. આ આગ ટિસીના સ્પાર્કને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બે દિવસ પછી જ ધઉ નકરા કરવાના હતા. જેથી મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. આ બનાવથી આજુબાજુના ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા.આવી જ રીતે હરબટીયાળી ગામે પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં પરષોતમભાઈ લવજીભાઈ સંઘાણીના 4 વીઘા જેટલા ઘઉંના આગ લાગી હતી. આ આગ જોત જોતામાં વિકરાળ બનીને આજુબાજુના ખેતરોના શેઢા સુધી પહોંચી ગઈ હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/