પેપરમાં ગેરરીતિ બાબતે મોરબી “આપ” દ્વારા કલેક્ટરને આવેદન

0
59
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : આજે ગુજરાત રાજ્યમાં વનરક્ષક ભરતીના પેપરમાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.થયેલ પેપરકાંડમાં યોગ્ય તપાસના આદેશ આપી ઉમેદવારોને ન્યાય આપવા અપીલ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યમાં વનરક્ષક ભરતીના પેપરમાં થયેલી ગેરરીતિની તટસ્થ તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાના આદેશ આપી તેમજ પરીક્ષા આપેલ ઉમેદવારોને યોગ્ય ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણભાઈ રામ,મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર અને મોરબી જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા,મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા પ્રમુખ ભવદિપસિંહ ઝાલાની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં મોરબી શહેર યુવા ઉપપ્રમુખ સ્મિતભાઈ ક્કકડ,મોરબી શહેર સહ સંગઠન મંત્રી બજાણિયા મયુરભાઈ,મોરબી શહેર યુવા સંગઠન મંત્રી ઝંઝવાડીયા ઉદયભાઈ,પિત્રોડા કિશનભાઈ,મોરબી શહેર યુવા મંત્રી ચૌહાણ મીતભાઈ તથા મોરબી તાલુકા આઈટી સેલ પ્રમુખ લલિતભાઈ ખરા તથા અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/