મોરબીના ત્રાજપર ગામે લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

0
501
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: હાલ તાલુકામાં જમીન પચાવી પાડવાના (લેન્ડ ગેબીગ) ના કાયદા હેઠળ ફરિયાદ થયા બાદ આરોપી ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા અને તુલશીભાઈ મોતીભાઈ ભંખોડીયાની ધરપકડ થઈ હતી જે કેસ ચાલી જતા અદાલતે બન્ને આરોપીઓને જામીન પર છોડી મુકવા હુકમ કર્યો છે.

મોરબી તાલુકા ત્રાજપર ગામમાં સીટી સર્વે નં . ૨૩૬૦૦૨ પૈકીની જમીનમાં પરશુરામ પોટરીમાં મજુરોના કવાટર્સ બનાવેલ હોય જે પૈકી મકાન નં . ૪૩ ગૌશાળા વાળી લાઈનમાં આવેલ રહેણાક મકાનમાં આરોપી ખીમીબેન મોતીભાઈ ભંખોડીયા અને તુલશીભાઈ મોતીભાઈ ભંખોડીયાએ ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી હતી. જે અંગે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ– ૩ ( ૩ ) , ૫ ( સી ) મુજબ નોંધી ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ હતા. આરોપી તરફે દલીલ ક૨વામાં આવેલી કે આરોપી નિર્દોષ છે અને ખોટી ફરીયાદ આધારે આરોપીઓને ગંભીર ગુનામાં ફિટ કરી દીધા છે. પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી , તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ. આથી અદાલતે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દીલીપભાઈ અંગેચાણીયા, જીતેનભાઈ અગેચાણીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ અને દીવ્યા સીતાપરા રોકાયેલા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/