મોરબીમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો

0
278
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ટવેન્ટી ટવેન્ટી મેચમાં ઓનલાઈન જુગાર રમાડતા એકનું નામ ખુલ્યું

મોરબી : હાલ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે પરાબજારમાં દરોડો પાડી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને ઝડપી લઈ અન્ય એક જુગારીનું નામ ખોલવામાં સફળતા મેળવી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી પરાબજારમાં અમદાવાદ હેર ડ્રેસર નામની દુકાનની બાજુમાં પોલીસે દરોડો પાડી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ રાવલને ક્રિકબર્જ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કોલકતા(KKR) બેગ્લોર(RCB) ની 20-20 ક્રિકેટ મેચ ઉપર આરોપી વીર સાથે રનફેરનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા 10,500 તથા મોબાઇલ ફોન રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 15,500ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

જો કે દરોડા દરમિયાન આરોપી વીર હાજર મળી ન આવતા પોલીસે ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/