વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવા જિલ્લા શિક્ષણાધિકારીની અપીલ
મોરબી : શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ સોશિયલ મીડિયા તથા દુરદર્શન પર કરવામાં આવશે.વડાપ્રધાન પરીક્ષા કી બાત પી.એમ.કે સાથ અંતર્ગત દેશના યુવાવર્ગ સાથે ચર્ચા – વિચારણા કરશે અને માર્ગદર્શન આપશે
શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ તા.1ને શુક્રવારના રોજ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં વડાપ્રધાન પરીક્ષા કી બાત પી.એમ.કે સાથ અંતર્ગત દેશના યુવાવર્ગ સાથે ચર્ચા – વિચારણા કરશે અને માર્ગદર્શન આપશે.આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દુરદર્શન,યુ-ટ્યુબ અને બાયસેગ જેવા માધ્યમો દ્વારા થશે.આ કાર્યક્રમની મિનીટ ટુ મિનીટ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં 9:30 થી 10 કલાકે વિદ્યાર્થીઓનું આગમન તથા પ્રાણના સ્થળ પર ગોઠવણી,10 થી 11 કલાકે દિલ્હીથી પ્રસારિત સાંસ્કૃતિક કાર્યક્રમ,11 કલાકે દિલ્હીથી પ્રસારિત મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાનનું આગમન,11 વાગ્યાથી કાર્યક્રમની પુર્ણાહુતી સુધી વડાપ્રધાન વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા મંગે ગોષ્ઠી કરશે.આ તમામ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ મોરબીમાં કરવામાં આવશે.ધો.6 થી ધો.8 તથા ધો.9 અને ધો.11ના તમામ વિદ્યાર્થી અને વાલીઓને લાભ લેવા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી. એમ. સોલંકી દ્વારા યાદીમાં અપીલ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide