ગઈકાલે બપોરે ગૌશાળાના ઘાસના ગોડાઉનમાં લાગેલી આગમાં હજી નીચેથી સળગતું હોય ગામના સ્વંયસેવકો અને ફાયર બ્રિગેડ દ્વારા સળગતા ઘાસને લોડરથી બહાર કાઢીને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા
મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ સતનામ ગૌશાળાના ઘાસ ભરેલા ગોડાઉનમાં ગઈકાલે બપોરે 2 વાગ્યે એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઘાસ સૂકું હોવાથી આગની જ્વાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. આથી આ આગમાં ગૌમાતા માટે એક વર્ષ માટે સંગ્રહ કરેલા આશરે 300 ટ્રેકટર ભરાઈ તેટલો ઘાસનો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો.નાની વાવડી ગામે આવેલ સતનામ ગૌશાળાના સંચાલક ગોરધનભાઈ પડસુબિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે આ ગૌશાળાના ઘાસ ભરેલા ગોડાઉનમાં આગ લાગ્યા બાદ સમયસર મોરબી ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળે આવીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. પણ ભીષણ આગ હોય આગના ભારે લબકારા અને મોટાપાયે નીકળતા ધુમાડાને કારણે ઉપરથી પહેલા પાણી મારો ચલાવ્યા બાદ નીચેથી ઘાસ સળગતું હોવાથી આખી રાત આગને બુઝાવવાના પ્રયાસો કરાયા હતા. ફાયર બ્રિગેડ સ્ટાફ અને ગૌશાળા તેમજ ગામના સ્વંયસેવકોએ આગને બુઝાવવા સતત જહેમત ઉઠાવી હતી.જો કે ઘાસ નીચેથી સળગતું હોવાથી આગને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે લોડરની મદદથી સપૂડામાં સળગતું ઘાસ કાઢી બહાર ઠાલવી દેવાય છે અને ત્યાં સ્વંયસેવકો દ્વારા આ સળગતા ઘાસ ઉપર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવામાં આવી રહી છે. આ રીતે ગોડાઉન ખાલી કરવામાં આવી રહ્યું છે. જો કે હવે સળગતું ઘાસ થોડુંક જ બચ્યું છે. એટલે બપોર સુધીમાં આ આગ કાબુમાં આવી જશે. આમ 24 કલાકે આ આગ કાબુમાં આવશે. જો કે આ ભીષણ આગમાં 300 ટ્રેકટર ભરાઈ તેટલો ઘાસનો જથ્થો બળી ગયો છે. ગામલોકોએ જાતે ઘાસ વાવીને ગૌશાળામાં આશરે 300 જેટલી ગાયો માટે એક વર્ષ સુધી ચાલે તેટલો ઘાસનો જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કરીને રાખ્યો હતો. જે હવે આગમાં છીનવાઈ ગયો છે. જો કે ગાયો અલગ જગ્યાએ હોવાથી કોઈને પણ જાનહાની થઈ નથી. હાલ આ ગાયના ઘાસચારા માટે લોકો સમક્ષ મદદની અપીલ કરાઈ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide