ટંકારા નજીક કાળમુખા ડમ્પરે અચાનક બ્રેક મારતા કાર અકસ્માતમા પિતા-પુત્રી ઈજાગ્રસ્ત

0
396
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

અકસ્માત સર્જી આઇવા ડમ્પર ચાલક નાસી છૂટ્યો : બેકાબુ ડમ્પરે એસટી બસને પણ હડફેટે ચડાવ્યાની ચર્ચા

ટંકારા : હાલ રાજકોટ મોરબી હાઇવે ઉપર માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે પસાર થતા આઇવા ડમ્પર ચાલકે ટંકારા બાર નાલા નજીક અચાનક બ્રેક મારતા કારમાં સવાર પિતા-પુત્રી ઘાયલ થયા હતા, જો કે અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો. આ અકસ્માતમાં ઘાયલ પિતા-પુત્રીને રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને હાલ પિતાની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે ઢળતા મધ્યાહને મોરબીથી રાજકોટ તરફ જઈ રહેલ આઇવા ડમ્પરે ટંકારા બાર નાલા નજીક અચાનક જ બ્રેક મારતાં પાછળ આવી રહેલ કાર ડમ્પર પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા પિતાપુત્રી ઘાયલ થયા હતા જેમાં પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અકસ્માતની જાણ થતા જ 108 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને ઇજાગ્રસ્તોને રાજકોટ લઈ જવાયા હતા.વધુમાં અકસ્માત સર્જ્યા બાદ નાસી છૂટેલા કાળમુખા આઇવા ડમ્પર ચાલકે આગળ જતા એક એસટી બસ સાથે પણ અકસ્માત સર્જ્યો હોવાનું ભાર આવ્યું છે. બનાવની જાણ થતા ટંકારા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/