મોરબીના શનાળા ગામે ચાલકે કાબુ ગુમાવતા તળાવ નજીક રોડ ઉપરથી કાર નીચે ઉતરી !!

0
329
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ખાંગી થઈ ગયેલી કાર તળાવમાં ખાબકતા સ્હેજમાં બચી ગઈ

મોરબી : હાલ મોરબીના શનાળા ગામ નજીક તળાવ પાસે રોડ ઉપરથી કાર નીચે ઉતરી ગઈ હતી. જો કે આ ઘટનામાં હાલ જાનહાનીના કોઈ સમાચાર મળ્યા નથી. આ ઘટના ગતરાત્રીની હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા ગામ નજીક તળાવ પાસે રોડ ઉપરથી એક કાર પસાર થઈ રહી હતી. તે સમયે કોઈ કારણોસર કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા તળાવ પાસે રોડ ઉપરથી કાર નીચે ઉતરી ગઈ હતી અને કાર એક સાઈડથી ખાંગી થઈ ગઈ હતી. જો કે તળાવ નજીક જ આ કાર ખાંગી થઈ જતા તળાવમાં ખાબકતા સ્હેજમાં બચી હતી. ગામલોકોને જણાવ્યા મુજબ આ ઘટના ગઈરાત્રીના બની હોવાનું તારણ છે. જો કે કારમાં નુકસાન પણ થયું છે. પરંતુ આ ઘટના જાનહાની કે કોઈને ઇજા થઇ કે કેમ તે અંગેની માહિતી મળી નથી.

[રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/