સમાજમાં કિન્નરોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા આયોજન
હળવદ : હળવદના ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ દ્વારા સમાજમાં કિન્નરોને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાના હેતુથી કિન્નરોના હસ્તે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. હળવદમાં કિન્નરોના હસ્તે પ્રથમ વખત આ રીતે વિતરણ કરવામાં આવ્યું હતું.ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા હળવદ શહેરમાં અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ નિમિતે 1250 ચકલી ઘર, 1050 પાણીના કુંડા0નું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ લોકોને વધુ માંગને ધ્યાને લઈ ફરી એક વખત આજે 1500 નંગ ચકલી ઘર તેમજ 1200 પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા હળવદમાં પ્રથમ વખત તેમજ કહી શકાય કે ગુજરાતમા ઇતિહાસની આ પ્રથમ એવી ઘટના હશે કે જેમાં કિન્નરોના હસ્તે ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિન્નરોને સમાજમાં લોકો જે દૃષ્ટિથી જુએ છે તે જોવાનો દ્રષ્ટિકોણ બદલાય તેમજ કિન્નરો પ્રત્યેની લોકોને નજર બદલાય તેવા હેતુથી આ કાર્યક્રમમાં ખાસ હળવદમાં આઠથી વધુ વર્ષોથી રહેતા કિન્નરોને બોલાવીને તેમના વરદ હસ્તે લોકોને ચકલી ઘર તેમજ પાણીના કુંડા આપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવના માટે ગ્રુપના સર્વે મિત્રોએ હાજરી આપી આ પ્રોજેક્ટને સફળ કર્યો હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide