હળવદ પોલીસ અને મોરબી ખાણ ખનીજ વિભાગની સંયુક્ત રેડ: ૩૦ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો
હળવદ : તાજેતરમા ગત મોડી સાંજના હળવદ તાલુકાના ચાડધ્રાં ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેરોકટોક રેતીચોરી કરતા તત્વો પર હળવદ પોલીસ અને મોરબી ખાણ ખનીજ વિભાગે સંયુક્ત રેડ કરી હતી. જેમાં એક રેતી ભરેલું ડમ્પર તેમજ એક હિટાચી મશીન ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી ખાણ ખનીજનો મેમો ફટકારવામાં આવ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણ નદીમાં રેતી ચોરીનું નેટવર્ક પાછલા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. ત્યારે ગત મોડી સાંજે ચાડધ્રાં ગામ પાસેની બ્રાહ્મણી નદી માં રેતી ચોરી કરતા ડમ્ફર જીજે-૩૬-ટી-૮૭૧૫ને હળવદ પોલીસે ઝડપી લઇ ખાણ ખનીજનો મેમો ફટકાર્યો છે.
જ્યારે મોરબી ખાણ ખનીજ વિભાગના અધિકારી ગોપાલભાઈ સહિતની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે બ્રાહ્મણી નદીમાંથી રેતી કાઢતા એક હિટાચી મશીનને ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide