જોય બેબી ટૉય્ઝ દ્વારા બાળકોને પફ-સેન્ડવીચનો નાસ્તો અપાયો
મોરબી : હાલ મોરબીમાં જે.બી.ટી. પ્લાસ્ટિક રમકડાં મેન્યુફેક્ચરિંગના ડિરેકટરે ગૌશાળા પ્રાથમિક શાળામાં રૂ.21000ની કિંમતના રમકડાંની ભેટ આપી હતી.તેમજ શાળાના 250 વિદ્યાર્થીઓને પફ અને સેન્ડવીચનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
મોરબી ખાતે સૌ પ્રથમ સ્થપાયેલ “જોય બેબી ટૉય્ઝ” – જે.બી.ટી. પ્લાસ્ટિક રમકડાં મેન્યુફેક્ચરિંગના ડિરેકટર નરેન્દ્રભાઈ ચાપાણી તથા તેમના પત્ની ગૌશાળા પ્રાથમિક શાળાના આ.શિ.શિલ્પાબેન કાલરિયા તરફથી આજ તા.6ના રોજ ગૌશાળા પ્રાથમિક શાળાને 21000/- રૂપિયાની કિંમતનાં ક્રિકેટ સેટ,ક્રિકેટ બોલ સેટ,મેગ્નેટિક ડાર્ટ,બીચ સેટ,વેજીટેબલ સેટ,ફ્રૂટ સેટ,મની બેંક,ટેબલ ટેનિસ સેટ,હૂલા હૂપ રિંગ,બ્લોક સેટ,રિંગ સેટ,મગ,બોલિંગ,રિંગ ટોસ, એક્ટિવિટી બોલ જેવાં વિવિધ પ્રકારના પ્લાસ્ટિકનાં રમકડાંની ભેટ આપવામાં આવેલ હતી.તેમજ શાળાના 250 વિદ્યાર્થીઓને પફ અને સેન્ડવીચનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. જે બદલ શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાઘેલાએ શાળા પરિવાર વતી દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide