મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા !!

0
261
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
બટેટા, લિબુ, ટામેટા, રીંગણા, વટાણા સહિતના મોટાભાગના શાકભાજીમાં ડબલ કે અઢી ગણો ભાવવધારો

મોરબી : મોરબીમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભકડે બળતા ભાવોને લઈને ગુહિણીઓમાં કાળ કકળાટ મચ્યો છે. એક બાજુ ગરમીનો પારો સડસડાટ વધી રહ્યો છે તે રીતે જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ ગણાતા શાકભાજીના ભાવો પણ આસમાને આંબી રહ્યા છે. દરેક પ્રકારના શાકભાજીમાં ભાવ વધારો થયો છે. મોંઘવારીએ એટલી હદે માજા મૂકી છે કે, શાકભાજીના ભાવોએ મહિલાઓના ઘરનું અર્થતંત્ર વેરવિખેર કરી નાખ્યું છે.

મોરબીમાં એક મહિના પહેલા જે છૂટકમાં શાકભાજીના ભાવો હતા તેમાં હવે ડબલ કે અઢી ગણો ભાવવધારો થયો છે. જો કે આ તો મુખ્ય શાકમાર્કેટમાં વેંચાતા શાકભાજીના ભાવો છે. બાકી તો શેરીએ ગલીએ રેકડીમાં વેંચાતા શાક બકાલાના ભાવ તો ત્રણ ગણાથી વધુ છે. કારણ કે મુખ્ય શાક માર્કેટમાંથી ખરીદીને નાના બકાલીઓ શેરી ગલીમાં વેંચતા હોય છે. એટલે એના ભાવો શાક માર્કેટ કરતા વધુ હોય છે. આમ પણ મોટાભાગના વિસ્તારોમાં રેકડીઓમાંથી મહિલાઓ શકભાજી ખરીદતી હોય છે. એટલે એ મહિલાઓને શકભાજીના ત્રણ ગણા ભાવો આપવા પડે છે. હાલ બટેટા, લિબુ, ટામેટા, રીંગણા, વટાણા, ભીડો, ગવાર, ફુલાવર, મરચા, ડુંગળી સહિતના મોટાભાગના શાકભાજી ડબલ કે અઢી ગણો ભાવવધારો થયો છે. જો કે આ શાકભાજીમાં થયેલો એટલો બધો ભાવવધારો મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગને પણ ગરમી કરતા પણ વધુ રીતે દઝાડી રહ્યો છે.ત્યારે સામાન્ય વર્ગની શુ વિસાત? સામાન્ય વર્ગને આમ પણ બે છેડા ભેગા કરવામાં નાકે દમ આવી જાય છે. ત્યારે હાલ શકભાજીના ભાવવધારાએ સામાન્ય વર્ગની રાડ પાડો દીધી છે અને ઘરનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.

શાકભાજી કિલો દીઠ મહિના પહેલાના ભાવ હાલના ભાવ

લીંબુ – 100- 250
બટેટા- 20- 25
ટામેટા- 20- 40
ભીંડો- 60- 80
ફુલાવર- 30- 40
મેથી- 30- 60
રિંગણા- 30- 45
કોબીચ- 20- 35
મરચા- 50- 70
કાકડી- 40- 60
મૂળા- 20- 30
વટાણા- 50- 70
સરગવો- 30- 60
ચોરી- 60- 90
ડુંગળી – 20-35

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/