સુંદરીભવાની ગામમાં ખેડૂત અગ્રણીની પ્રથમ પુણ્યતિથિએ લોકડાયરો થયો

0
163
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સદગતને શ્રદ્ધાંજલિ આપવા સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા

હળવદ :હાલ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે મંગળવારે રાત્રે ખેડૂત અગ્રણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતભરમાંથી રાજપુત સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ ગુજરાતના નામાંકિત કલાકારોની ઉપસ્થિતિમાં યોજાયેલ લોકડાયરામાં હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા હતા.

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામના નિવાસી ખેડૂત અગ્રણી સ્વ. ઘોઘજીભા કાનજીભા પરમારની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સહિત હાજર રહેલ મોટી સંખ્યામાં લોકોએ ખેડૂત અગ્રણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ત્યારબાદ યોજાયેલ લોકડાયરામાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર દેવાયતભાઈ ખવડ, ભજનીક જયમંતભાઈ દવે, ગોવિંદભાઈ પાલીયા અને રાજુભાઈ આહીર એ ઘોઘજીબાપાએ સમાજ માટે કરેલા કામો યાદ કરી ભજન લોકસાહિત્ય થકી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં કબરાઉ મણીધર મોગલધામથી બાપુ હાજર રહ્યા હતા તેમજ આઈશ્રી દક્ષાબા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, કાનભા ગોહિલ, રાજ શેખાવત, રૈયાભાઈ રાઠોડ સહિત રાજકીય આગેવાનો સહીત અનેક લોકોની હાજરી કાર્યક્રમ યોજાયો હતો.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/