મોરબી: 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા મેલેરિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી

0
77
/

શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા, ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓનું નિદર્શન કરાવી માહિતી અપાઈ

મોરબી : દર વર્ષે તારીખ ૨૫-એપ્રીલને વિશ્વમાં વિશ્વ મેલેરીયા દીવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય તેમના ભાગરૂપે જીલ્લા પંચાયત મોરબીનાં તમામ તાલુકાઓમાં મેલેરીયા અંગે જનજાગૃતી લાવવા અને મેલેરીયા મુકત ગુજરાત-૨૦૨૨ નાં સંદેશા અંગે લોકોને જાણકારી આપવા વગેરે હેતુથી મોરબી જીલ્લાનાં કુલ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં વિશ્વ મેલેરીયા દીવસ ઉજવણીનાં ભાગ રૂપે સુત્રોચાર સાથે એક એક રેલી યોજવામાં આવી હતી.

ઉપરાંત વિવિધ આરોગ્ય સંસ્થાઓમાં મેલેરીયા જનજાગૃતિ અંતર્ગત સંદેશો આપતી રંગોળીઓ બનાવી, લોકોને મેલેરિયા અંગે આરોગ્ય શિક્ષણ આપવા પ્રયત્નો કરેલ. તેમજ શાળાઓમાં બાળકોને મચ્છરના પોરા અને ગપ્પી અને ગમ્બુશીયા નામની પોરાભક્ષક માછલીઓ દ્વારા નિદર્શન કરી વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી. આ ઉપરાંત ગ્રામ્ય લેવલે આરોગ્ય વિભાગનાં કર્મચારીઓ દ્વારા જુથ ચર્ચા, વ્યક્તીગત સંપર્ક, તેમજ મેલેરીયા અંગેનાં સાહીત્યનાં વિતરણ, લોક આગેવાનોનાં સંદેશાઓ દ્વારા વગેરે પ્રચાર પ્રસારનાં માધ્યમોથી લોકોને મેલેરીયા અંગે માહીતગાર કરવામા આવેલ.મોરબી જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો. જે. એમ કતીરા, તેમજ જીલ્લા મેલેરીયા અધીકારી ડો. સી. એલ. વારેવડીયા – મોરબી જીલ્લાનાં તમામ લોકો મેલેરીયા અંગે જાગૃતી કેળવે અને ગુજરાત રાજ્ય તથા મોરબી જિલ્લાને મેલેરીયા મુકત બનાવવાં સાથ સહકાર આપે તેવી અપીલ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/