મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ પાણી-ચણના કુંડા અને ચકલી ઘર અપાયા

0
113
/

મોરબી : હાલ ઉનાળામાં કાળઝાળ ગરમી પડી છે. ત્યારે અબોલ જીવોને રાહત મળે તે માટે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વિવિધ સ્થળોએ પક્ષીઓ માટે પાણી-ચણના કુંડા અને ચકલી ઘર મુકવામાં આવ્યા હતા.

ગઈકાલે તારીખ 26/04/2022 ના રોજ અબોલ જીવ પશુ-પક્ષી પ્રોજેક્ટ અંતર્ગત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અલગ-અલગ જગ્યાએ પક્ષી માટે પાણી તથા ચણ માટેના કુંડા, ચકલી માટે પૂઠાના ચકલી ઘર અને ચકલી માટે માટીના ચકલી ઘર મુકવામાં આવેલ હતા. આ પ્રોજેક્ટમાં રંજનબેન સારડા, કવિતાબેન મોડાની, પ્રીતિબેન દેસાઈ, રેખાબેન મોર, કિરણબેન મિશ્રા, નિશીબેન બંસલ, બબીતાબેન સાંધી તેમજ બલ્કેશ મીના સહિતના સભ્યોએ હાજરી આપી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/