મોરબી: આંદરણામાં સાંસદ આયોજીત શિવકથા તથા મહારૂદ્ર યજ્ઞનો આજથી પ્રારંભ

0
185
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : રાજકોટ સાંસદ દ્વારા મોરબીના આંદરણામાં ધારેશ્વર મહાદેવ મંદીરે પંચ દિવસીય શિવ આરાધના કથા તથા મહારૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.યજ્ઞના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયાના પરીવાર દ્વારા આયોજિત ધારેશ્વર મહાદેવ મંદીરે પંચદિવસીય શિવ આરાધના કથા અને મહારૂદ્ર યજ્ઞનો પ્રારંભ આજ તા.૨ને સોમવાર સવારે ૮:૩૦ કલાકે શરુ થઇ તા.૬ને શુક્રવાર બપોરે ૨:૩૦ કલાકે પૂર્ણ થશે.આ યજ્ઞના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.તા.૬ના રોજ સવારે ૮:૩૦ કલાક થી સાંજના ૬:૦૦ કલાક સુધી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૨ થી ૬ના દરરોજ બપોરે ૧૨ કલાકે અને મહાપ્રસાદ તા.૫ના રોજ સાંજે ૬ કલાકે પ્રસાદ ધારેશ્વર મહાદેવ મંદીર,મું.આંદરણા ખાતે રાખવામાં આવ્યો છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/