ફેક આઇ.ડી બનાવી બિભત્સ ફોટોગ્રાફ વાઇરલ કરનાર શખ્સ ઝડપાયો

0
590
/

મોરબી: તાજેતરમા સોશ્યલ મીડિયામાં ઘણી બધી ફેક આઈ.ડી.ના નામે યુવાનો મહિલાઓની છેડતી કરતા હોય તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ફેક આઇડી બનાવીને મહિલાઓ પાસેથી પૈસા પડાવવાના સહિતના ધંધાઓ કરતા હોય છે. ત્યારે મોરબીમાં પણ એક શખ્સ દ્વારા સોશિયલ મીડિયામાં ફેક આઇડીઓ બનાવી મહિલાને હેરાન કરવામાં આવતી હતી. સમગ્ર મામલે મોરબી LCB એ તપાસ હાથ ધરી મહિલાને હેરાન કરનાર શખ્સને ઝડપી પાડયો હતો.

મોરબીમાં સાયબર હેરેસમેન્ટનો ભોગ બનનાર એક મહિલાએ એસપીને રૂબરૂ મળી રજુઆત કરી હતી. આ બનાવમાં મહિલાને તથા તેના કુટુંબ પરીવારના સભ્યોને અલગ અલગ સ્પામ નંબરોમાંથી સતત કોલ કરતા, તથા ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ નામથી ફેક આઇ.ડી.ઓ બનાવી, ફેક ઇ – મેઇલ આઇ.ડી. બનાવી ભોગ બનનારના ફોટો વાયરલ કરી મહિલા ભૌગ બનારની તથા તેના પરીવારની સામાજીક પ્રતિષ્ઠાને હાની પહોંચાડી સોશ્યલ મીડીયા દ્વારા સતત માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કરવામાં આવતી હતી જેને પગલે એલસીબી પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ શખ્સ અજય મણીલાલ પાંચોટીયાને ઝડપી પડ્યો હતો.

આ ઇસમને શોધી કાઢવા માટે ટેકનીકલ સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સિસનો ઉપયોગ કરી આ બાબતે સચોટ માહીતી મેળવી છેલ્લા એક મહિનાથી સતત ઇન્ટરનેશનલ કોંલ્સ કરતા અજય મણીલાલ પાંચોટીયાને ઝડપી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને ગુન્હો રજીસ્ટર કરાવી સોંપ્યો હતો. ત્યારે ગુન્હો કરવામાં વપરાયેલ રીયલમી કંપનીનો મોબાઇલ ફોન નંગ – ૧ , તથા લીનોવા કંપનીનુ લેપટોપ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/