સ્પીડબ્રેકર પાસે બ્રેક મારત અકસ્માત : આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ, ડ્રાઈવર માથાના ભાગે ઈજાગ્રસ્ત
હળવદ : તાજેતરમાં હળવદની હરીદર્શન ચોકડી નજીક ગત રાત્રીના એક વાગ્યાની આસપાસ કચ્છ તરફથી કેમિકલ ભરીને આવતું ટેન્કર અચાનક જ સ્પીડબ્રેકર આવી જતા બ્રેક મારતા પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમા ટેન્કર ચાલકને ઇજાઓ પહોચતા હળવદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદની હરીદર્શન ચોકડી નજીક ગત મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં કચ્છથી ફીનોલ કેમિકલ ભરીને આવી રહેલા ટેન્કર ચાલકને સ્પીડ બ્રેકર ન દેખાતા બાદ અચાનક બ્રેક મારતા ટેન્કર પલટી મારી ગયું હતું. રોડ પર કેમિકલ ઢોળાઈ જતા આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ પ્રસરી ગઈ હતી.જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આ ટેન્કરના ડ્રાઈવર ને ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખેસાડ્યો હતો.
બનાવની જાણ થતાં તરતજ પોલીસ ફાયરબ્રિગેડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સલામતી માટે એક તરફની સાઈડ વાહનોની અવરજવર પણ બંધ કરી દીધી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide